નવરાત્રીના તહેવાર અનુસંધાને મોરબી પોલીસ દ્વારા વાહન ચેકીંગ કામગીરી હાથ ધરાઈ
મોરબી: નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે મોરબી જીલ્લા પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યા છે.
ગઈકાલ રાજ્યમાં માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ખેલૈયાઓ પણ સજીધજીને ગરબા રમવા પોહચી જાય છે ત્યારે મોરબી જિલ્લામાં નવરાત્રીના તહેવારમાં કોઈ અણબનાવ ન બને તેના માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબી અલગ – અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ગઈકાલે મોરબી પોલીસ દ્વારા ૧૮ જેટલા વાહનોને ડીટેન કરવામાં આવ્યા હતા તેમજ ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકોને પણ મોરબી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી રહ્ય છે. તેમજ નવે નવ દિવસ પોલીસ દ્વારા વાહન ચેકીંગ કામગીરી કરવામાં આવશે.