મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 188 દર્દીઓએ લાભ લીધો
અત્યાર સુધીના ૩૭ કેમ્પમાં કુલ ૧૧૦૬૦ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ- રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે.
જે અંતર્ગત તા.૪-૧૦-૨૦૨૪ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૧૮૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૭૫ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.
પ્રવર્તમાન માસનો કેમ્પ ટંકારા-પડધરીના લોકલાડીલા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી કોલ એસો.ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, સતવારા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાયાભાઈ ડાભી તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અગ્રણી નાગજીભાઈ વાંસદડીયાની ઉપસ્થિતીમાં યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૩૬ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૧૦૮૭૨ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૪૮૭૬ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૧૮૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૭૫ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.
કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,રમણીકલાલ ચંડીભમર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮ ૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨ ૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦ ૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.