મોરબી જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક મોકૂફ
મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તા.૧૦/૧૦/ ૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં અનિવાર્ય કારણોસર આ સમીક્ષા બેઠક મોકૂફ રાખવામાં આવી છે.
હવે પછીની બેઠકની નવી તારીખની જાણ કરવામાં આવશે. તેમ સભ્ય સચિવ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.