Saturday, January 11, 2025

મોરબી નજીક મિત્રને મૂકી પરત આવતા યુવાનનું અકસ્માતમાં મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માળીયા હાઈવે પર ઓવરબ્રીજ પાસે મોટર સાઈકલ લઈને જતાં યુવાનને અજાણ્યા વાહનને હડફેટે લેતાં તેનું મોત થયું હતું. મૃતક યુવાન તેના મિત્રને મુકીને પરત આવતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે મોરબી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો મુજબ, મોરબીના વિસીપરામાં સરકારી વાળીયા પાસે રહેતો સાહીલ ઈકબાલ શામદાર (ઉ.૧૭) નામનો યુવાન મોરબી-માળીયા હાઈવે પર ઓવરબ્રીજ પાસે બેભાન હાલતમાં ઈજાગ્રસ્ત મળી આવ્યો હતો. તેના પરિવારજનોને જાણ કરતાં તેને પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જેનું ટૂંકી સારવાર દરમિયાન આજે સવારે મોત થયું હતું. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતાં મોરબી પોલીસ રાજકોટ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક સાહીલ ઈકબાલ શામદાર બે બે ભાઈમાં મોટો હતો તેના પિતા ઈકબાલભાઈ પણ મજુરી કામ કરે છે. સાહીલ પણ નાની મોટી મજુરી કામ કરતો હતો. આ બનાવ અંગેના કારણમાં સાહીલનો મિત્ર તેને મળવા આવ્યો હોય અને ત્યારબાદ મોડી રાત્રે સાહીલ મોટર સાઈકલ લઈને તેના મિત્રને મુકવા માટે ગયો હતો અને મિત્રને મુકીને પરત મોરબી આવતો હતો ત્યારે માળીયા ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં સાહીલને ગંભીર ઈજા થઈ હતી અને આ બનાવમાં તેનું મોત થયું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર