મોરબીના લાયન્સનગરમાથી વિદેશી દારૂની દશ બોટલ ઝડપાઈ; આરોપી ફરાર
મોરબી: મોરબીના નવલખી રોડ પર લાયન્સનગર ચરમારીયા ડાડાના મંદિર પાસે શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવલખી રોડ પર લાયન્સનગર ચરમારીયા ડાડાના મંદિર પાસે શેરીમાં રહેતા આરોપી સીરાજભાઈ અલાઉદ્દીનભાઈ કટીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૦ કિં રૂ. ૩૪૦૦ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સીરાજભાઈ અલાઉદ્દીનભાઈ કટીયાએ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.