Saturday, December 21, 2024

મોરબી માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ કુ. જે.કે. મહેતાનું સ્વાગત કરાયું; ટી.એ. રૂપાણીને ભાવભીની વિદાય અપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જે.કે. મહેતાની જામનગર જિલ્લા માહિતી કચેરીથી મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થતા સ્ટાફે આવકાર્યા

જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે માહિતી મદદનીશ વર્ગ- ૩ ની જગ્યા પર માહિતી મદદનીશ કુ. જલકૃતિ કે.મહેતાએ આજ રોજ તારીખ ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ હાજર થતાં તેમનું અત્રેની કચેરીના સ્ટાફ મિત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે કચેરી ખાતેથી વિદાય લઈ રહેલા ટી.એ. રૂપાણીને સ્ટાફ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરાએ બંન્ને કર્મયોગીઓને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ ટી.એ. રૂપાણીની ખાલી પડેલ માહિતી મદદનીશ વર્ગ- ૩ ની જગ્યા પર કુ. જલકૃતિ મહેતાની જામનગર જિલ્લા માહિતી કચેરીથી અત્રેની કચેરી ખાતે જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. જલકૃતિએ જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ૨ વર્ષ ફરજ બજાવી છે. આ તકે માહિતી કચેરીના કર્મયોગી સર્વ ભરતભાઈ ફુલતરીયા, બળવંતસિંહ જાડેજા, આનંદભાઈ ગઢવી, જયભાઈ રાજપરા, કિશોરભાઈ ગોસ્વામી, પ્રવિણભાઈ સનાળિયા, જયેશભાઈ વ્યાસ, અજયભાઈ મુછડીયા સહિતનાએ કુ. જલકૃતિનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું તથા ટી.એ. રૂપાણીને ભાવભીની વિદાય આપી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર