મોરબીના લિલાપર રોડ ઉપર કારમાં આગ લાગતાં અજયભાઈ નામના યુવકનું મોત
મોરબી: બપોરના સમયે મોરબીના લિલાપર રોડ પર લાગેલ આગમાં ગંભીર રીતે દાઝી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ આજે બપોરના એક વાગ્યાના સમયે મોરબીના લિલાપર રોડ પર કિયા કંપનીની કારમાં કોઈ કારણસર આગ લાગી હતી. આ કારમાં આગ લાગતાં અંદર બેઠેલ અજય નાનજીભાઈ ગોપાણી(ઉ.વ.૩૯) રહે. રાધે પાર્ટી પ્લોટ ની સામે મોરબીવાળા ગંભીર રીતે દાઝી જતાં અજયભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. તેમજ આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ મોરબી ફાયરની ટીમે ૫ લાખ રૂપિયા રોકડ રકમ, ઘડિયાળ, ૮ જેટલા મોબાઇલ અને નાની મોટી ચીજવસ્તુઓ સોનાની વિટી અને દોરા તથા એક પિસ્તોલ મૃતકના પિતરાઈ ભાઈને પોલીસની સામે હેન્ડોઓવર કરેલ છે.