મત સતા ગરીબ કો ગરીબ રો દેંગા, એ પુકાર માલિકને સૂન લી તો જડ મૂળ સે ખો દેંગા
મોરબી જિલ્લો ઉદ્યોગ નગરી છે જે ચોવીસ કલાક લોકોના અવર જવર થી ધમ ધમતી હોઈ છે જેમાં ટ્રક ચાલક અને કિલિન્ડર રાત્રિ દરમ્યાન શાખ બકાલા નો સમાન નાખવા આવતા હોઈ છે જેને માટે રાત્રે નાસ્તા માટે પૂરી શાખ ની લારીઓ સિવાય કોઈ વિકલ્પ હોતો નથી
પૂરી શાક ની લારી વાળા જાહેર ચોક માં કોઈ જ ટ્રાફિક ના થઈ એમ પોતાના પરિવારની રોજી રોટી અને સામાન્ય માણસ ને ફકત 30 થી 50 રૂપિયામાં સ્વાદિષ્ટ અને સુધ્ધ ભોજન આપતા હોઈ છે. બાદ માં તમામ કચરો સાવરણી મારી સાફ કરી લારી ઘરે લઈ જતા હોય છે.દરેક માણસને પોતાના અને પરિવારના પેટની ચિંતા હોઈ છે જેથી તે સહન કરતો હોય છે કેમ કે આ લોકો પાસે પોતાની માલિકી ની દુકાન નથી જેનો ગેરલાભ ચા કરતા કીટલી ગરમ હોઈ તેમ પોલીસેના કેટલાક TRB જવાનો લે છે અને લારી ગલ્લા પાસે હપ્તા ઉઘરાવે છે જો હપ્તાના આપે તો લારી વાળાને બેફામ ગાળો આપે છે
હમણાં તાજેતરમાં જ એક TRB જવાન નો વિડિયો વાઇરલ થયો હતો જેમાં મોંઘી ગાડીઓ અને તલવારથી કેક કાપતો હતો આવા કેટલા TRB જવાનો આવા નાના માણસો પાસે થી હપ્તા ખોરી વસૂલી માલા માલ થઈ જાય છે અમને આવી નાના માણસોની ફરિયાદો આવતી હોઈ છે અને નાનો માણસ ફરિયાદ કરે તો તેમની રોજી રોટી પર પાટુ લાગી જાય તેમજ છે ત્યારે આવા હપ્તા ખોર પોલીસ ને ચક્રવાત ન્યુઝ કહેવા માંગે છે કે મત સતા ગરીબ કો ગરીબ રો દેંગા, એ પુકાર માલિકને સૂનલી તો જડ મૂળ સે ખો દેંગા
આ બાબતે મોરબી જિલ્લા એસ.પી સાહેબને આ બાબતે ગંભીર થઈ નાના લોકો માટે કડક આદેશ કરવા જોઈએ પોલીસ વર્દીનો રોફ દારૂ જુગાર અને કાળી ગાડી લઈને ફરતા લુખ્ખાઓ પર કરવી જોઈ પણ સામાન્ય માણસનેના રંજાડે તેનું ભાન રાખવું જોઈ