હળવદ: જી.સી.ઈ.આર. ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.ભવન હળવદ દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની હળવદ પે.સે.શાળા નંબર 4 ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી.
ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ના મુખ્ય વિષય અન્વયે હળવદની વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી 94 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને 47 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. બધા જ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહક પુરષ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડાયેટ માંથી વિજયભાઈ સુરેલીયા અને ડૉ. હમીરભાઇ કાતડ , કે.નિ. સુનિલભાઈ મકવાણા તથા હળવદ તાલુકાના વિવિધ પ્રાથમિક શિક્ષક સંઘોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર પ્રદર્શનનું આયોજન હળવદ બી.આર.સી. કો. ઓર્ડીનેટર મિલનકુમાર કે. પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામાં આપણું શૌચાલય આપણું સન્માન અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના થોરાળા ગામે સામુહિક સૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમિયાન આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં પણ તારીખ ૧૯-૧૧-૨૪ ના રોજ વિશ્વ શૌચાલય દિવસ...
ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આવેલ એલ.પી.જી. પમ્પ સામે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર મોરભગતની વાડી ગોકળદાસ પ્રાગજીદાસના જીન પાછળ રહેતા ગૌતમભાઇ...
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા શાળા, મણીમંદિર ખાતે વોર્ડ નંબર ૧ થી ૭ ના નાગરિકો માટે, કોમ્યુનિટી હૉલ, કાયજી પ્લોટ ખાતે વોર્ડ નંબર ૮ થી ૧૩ ના નાગરિકો માટે તેમજ મોરબી...