પ્રથમ એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષથી હિમાચલ પ્રદેશમાં ઘણા ફેરફારો થશે. દૈનિક વેતન 275 રૂપિયાથી વધીને 300 રૂપિયા થશે. બજેટમાં જાહેર કરાયેલી અનેક યોજનાઓથી સરકારી કર્મચારીથી લઇ સામાન્ય માણસને ફાયદો થશે. રાજ્યમાં કોઈ ગરીબ માણસે દીકરીના લગ્ન માટે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર રહેશે નહીં. સરકાર તરફથી દરેક ગરીબની પુત્રીને 31 હજાર રૂપિયા શગુન રૂપે મળશે.
ગરીબની દીકરીઓને શગુન ( શુકનના રૂપમાં )મળશે.
રાજ્ય સરકારે ગરીબ પરિવારોની પુત્રીઓને લગ્ન સમયે 31 હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવા માટે શગુન યોજના શરૂ કરી છે. કોઈ પણ જાતિ અને ધર્મની પુત્રીને શુકનના રૂપમાં ઉપરોક્ત રકમ મળશે. આ માટેનું વાર્ષિક બજેટ 50 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે.
65 વર્ષીય મહિલાઓને 1000 રૂપિયા
65 થી 69 વયની મહિલાઓને 1000 રૂપિયા માસિક સામાજિક સુરક્ષા પેન્શન મળશે. આ પેન્શન સ્વર્ણ જયંતિ નારી સંબલ યોજના અંતર્ગત આપવામાં આવી રહ્યું છે. આ વર્ષે આ યોજના હેઠળ 55 કરોડની રકમ રાખવામાં આવી છે.
દૈનિક વેતનદારોને 300 રૂપિયા મળશે
સરકારી અને બિન સરકારી ક્ષેત્રમાં દૈનિક વેતન લેખે કામદારોને 300 રૂપિયા મળશે. સરકારે દૈનિક વેતન રૂપિયા 255 થી વધારીને 275 રૂપિયા કર્યા છે. ખાનગી ક્ષેત્રમાં પણ લઘુતમ દૈનિક વેતન 300 રૂપિયા રહેશે.
લોકમિત્ર કેન્દ્રોમાં 80 સેવાઓ.
અત્યાર સુધી ઓનલાઇન પોર્ટલ પર 65 સેવાઓ ઉપલબ્ધ હતી. હવે ઓનલાઇન સેવાઓની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે. આ તમામ સેવાઓ લોકમિત્ર કેન્દ્રો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પ્રાપ્ત થશે.
ધારાસભ્યોને સંપૂર્ણ પગાર મળશે.
કોરોના મહામારીમાં ધારાસભ્યોના પગારમાં થયેલ 30% ઘટાડાની અવધિ સમાપ્ત થઇ છે. હવે દરેક ધારાસભ્યને પૂરો પગાર મળશે. ધારાસભ્યો તેમજ મંત્રીઓ, નિગમ-બોર્ડના અધ્યક્ષ-વાઇસ ચેરમેનના પગાર અને માનદ પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે.