બિલાળીને દૂધનું રખોપુ: ધારાસભ્યની ફેક્ટરીમાં પણ પ્લાસ્ટિક બાળવામાં આવે છે?
દુર્લભજી ભાઈ દેથરિયા તમે પ્રજા સેવક છો એ ના ભૂલવું જોઈ
લોકો પોતાની સુખાકારી માટે તમને મત આપ્યા એજ લોકોને તમે પેપેરમિલના પ્લાસ્ટિકના બાળવાથી નીકળતા ધુમાડામાં નીકળતા ઝેરી ગેસ મા મારવા મૂકી દીધા?
હમણા અમે બ્રાઉનીઆ પેપર મિલ માં પ્લાસ્ટિક બાળવાનો વિડિયો વાઇરલ કરિયો હતો જે કૃત્ય ફકત એક પેપરમિલનું નહિ પણ આપની રહેમ નીચે ચાલતું મોટું રેકેટ છે.
હમણા થોડાક દિવસો પહેલા એલિક્સ પેપર મિલ માં આગ લાગી હતી જેથી ખૂબ મોટું પર્યાવરણ ને નુકશાન કારક ધુમાડો નીકળ્યો હતો તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ એલિક્ષ પેપરમિલ હજી પણ પ્લાસ્ટિક બાળે છે કારણ કે તેમા દુર્લભજી ભાઈ તમે પોતે ભાગીદાર છો
તમારે પોતાની પેપરમિલ પર્યાવરણ ઇકો ફ્રેન્ડલી બનાવી જોઈ જેથી અન્ય લોકો પ્રેરણા લે પરંતુ તમારા જ ભાગીદારો તમારી વગ ના લીધે પ્લાસ્ટિક બાળવા ના રેકેટ નું સંચાલન કરે જેમા તમે અધિકારીને કાર્યવાહીના કરવા દબાણ કરો એ પ્રજા સેવક માટે કેટલું યોગ્ય કહેવાય?લોકોના સ્વાસ્થ્યની વાત આવશે તો અમે ડંકા ની ચોટ ઉપર લખશું
અધિકારી ઉપર દબાણ લાવવાની હેસિયત પ્રજાના વિશ્વાસ મતથી મળી છે એ પ્રજા સાથે જ વિશ્વાસ ઘાત ના કરો અથવા જે લોકો એ તમને મત આપી વિધાનસભા માં મોકલ્યા તેના માટે ઝેર વિતરણનું બીલ પાસ કરવો જેથી તે તમારા પેપારમિલ ના ઝેરી ગેસ થી રિબાઈ રિબાઈને ના મારે, કેમ કે અત્યારે માંદગી ને કારણે ગરીબ લોકો દવાખાના ના બીલ ભરી ને પાયમાલ થઈ ગયા છે
જો તમારામાં સાચી નૈતિકતા હોઈ તો એ જાહેર કરવો કે છેલ્લા પાંચ વર્ષમાં કેટલું પ્લાસ્ટિક MOU રેકૉર્ડ સાથે સિમેન્ટ કંપનીમાં ગયુંને કેટલું બાળવામાં, તમે જાતે અધિકારીની સાથે ચાલી કાર્યવાહી કરાવો કેમ કે ભુતકાળ માં મચ્છુ નદી માં તરતો પ્લાસ્ટિક વેસ્ટ લોકોએ જોયો છે
ખુદ ધારાસભ્ય થઈ પોતાની ફેક્ટરીમાં પ્લાસ્ટિક સળગાવી તમારા રોટલા માટે બીજા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા કેટલા યોગ્યએ તમારા આત્માને પૂછી જોજો