મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં વિરપુર (જલારામ) મુકામે યોજાનાર મહાસંમેલનમાં જવા રવાના
ટંકારા લોહાણા મહાજન, આમરણ લોહાણા મહાજન, બાલંભા લોહાણા મહાજન સહીતના મહાજનો ના અગ્રણીઓ મોરબી લોહાણા મહાજન સાથે વિરપુર જવા રવાના.
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તમામ રઘુવંશીઓ માટે નિઃશુલ્ક બસ ની વ્યવસ્થા કરતું મોરબી લોહાણા મહાજન
સમગ્ર ગુજરાતના લોહાણા મહાજનો ની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ ના નવનિર્વાચિત અધ્યક્ષ તરીકે જામનગરના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલનો પદગ્રહણ સમારોહ ઉપરાંત સમસ્ત રઘુવંશી સમાજ ના મહાસંમેલનનું આયોજન વિરપુર (જલારામ) મુકામે કરવામાં આવેલ છે ત્યારે આ મહાસંમેલન માં મોરબી લોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, સી.પી.પોપટ, રમણીકભાઈ ચંડીભમર, પ્રફુલ્લભાઈ કોટક, ટંકારા લોહાણા મહાજન પ્રમુખ કાંતિભાઈ કક્કડ, રીતેશભાઈ કક્કડ, બાલંભા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ કાનાબાર, આમરણ લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ કાનાબાર, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબીના કીશોરભાઈ પલાણ, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, રઘુવંશી યુવક મંડળ ના પૂર્વ પ્રમુખ પપ્પુભાઈ ચંડીભમર, રઘુવંશી ક્રાંતિ મંચ (RKM)- મોરબીના અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, અમિતભાઈ દક્ષિણી, જલારામ સેવા મંડળ-મોરબીના ઉપાધ્યક્ષ પારસભાઈ ચગ, જીતુભાઈ કોટક, વિપુલભાઈ પંડિત, પ્રદીપભાઈ પોપટ, લોહાણા સમાજ અગ્રણી દીનેશભાઈ ભોજાણી, કરીયાણા એશોસિયેશન-મોરબીના અગ્રણી મનોજભાઈ પંડિત, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ હસુભાઈ પુજારા, સહમંત્રી ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, નિરવભાઈ હાલાણી, કીશોરભાઈ ચંડીભમર, જલારામ મંદિર મહિલા મંડળના અધ્યક્ષ ભાવનાબેન સોમૈયા, લોહાણા વિદ્યોતેજક ફંડ મોરબીના અગ્રણી અનિલભાઈ સોમૈયા સહીતના અગ્રણીઓની આગેવાનીમાં બહોળી સંખ્યામાં મોરબીના લોહાણા સમાજના અગ્રણીઓ વિરપુર જવા રવાના થયા. મોરબીના રઘુવંશીઓ માટે વિરપુર જવા-આવવા માટે લોહાણા મહાજન-મોરબી દ્વારા નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપાનો મહાપ્રસાદ ગ્રહણ કરી મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓએ વિરપુર રઘુવંશી સમાજ ના મહાસંમેલન માં સહભાગી થવા, જ્ઞાતિગંગાના દર્શન માટે પ્રસ્થાન કર્યુ હતુ.