ડ્રોન વિડીઓ નાં પુરાવા સાથે નાં આ સમાચાર:હજુ ઘણા બધા વિડીઓ પૂરા પણ ચક્રવાત પાસે જે આવતી કાલે વિડીઓ નાં સ્વરૂપ માં અપલોડ કરવામાં આવશે
સિરામિક ઉદ્યોગકારો અને પેપરમીલ ઉદ્યોગકારો પૈસા કમાવાની હોડમા લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે જેમાં GPCB ના ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયા ની ભૂમિકાના પુરાવા નો પર્દાફાશ થવા જઈ રહ્યો છે
હાલ ન્યૂઝમાં આપ જે ફોટો હોઈ રહ્યા છો તેનો ડ્રોન વિડિયો ચક્રવાત ની પાસે છે જે આવતીકાલે અપલોડ કરવામાં આવશે મોરબીમાં આશરે ૫૦ થી વધુ પેપેરમિલ આવેલી છે જેના દ્વારા ફેલાવામાં આવી રહેલા ઝેરી પ્લાસ્ટિક વેસ્ટ નું પાપ આપ મચ્છુ ડેમ માં તરતા ભૂતકાળમાં જોયું હસે, GPCB દ્વારા પેપરમિલને પ્લાસ્ટિક વેસ્ટ સિમેન્ટ કંપનીમાં નાખવાનું હોઈ છે જેના મેનીફેસ્ટો GPCB માં જમા કરવાના હોઈ છે પરંતુ આજ દિન સુધી એક પણ પેપરમિલ ઝેરી પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ કરતું નથી પણ કોલસાની જગ્યાએ બાળી નાખવામાં આવે છે જે હવાને દુષિત કરે છે જેનો ધુમાડો ઝેરી હોય છે જે માનવ જીવન માટે ખૂબજ જોખમી છે અને શ્વાસની બીમારીનું કારણ બને છે
આપ જે ફોટો જોઈ રહ્યા છો તે નમૂના રૂપ બ્રોવાનીઆ પેપેરમીલ નો છે બે દિવસ પહેલા અમરશી સોમાભાઈ સાવલિયા ના ખેતરમાં દુષિત પાણી છોડેલ હતું જેના ફોટા અને વિડિયો સાથે GPCB ના અધિકારીને ફરિયાદ કરી પરંતુ મહિને બાંધેલા હપ્તાના વજન ના ભાર થી ખુરચી પરથી ઉભા જ ના થઈ શક્યા આમ ઘણી પેપરમિલ પ્લાસ્ટિક બાળે છે જેની વચેટિયા દ્વારા ઉઘરાણું કરવામાં આવે છે જેની માહિતી ચક્રવાત પાસે છે
આવી જ રીતે સિરામિક ફેક્ટરીમાં ગેસની જગ્યાએ પેટકોન વાપરી નફો રળવાની હોડમાં લોકોના સ્વા્થ્ય ને દાવ પર લગાવે છે, પેટકોન વાપરવાથી હવામાં ઉડતા સલ્ફરથી લોકોના જીવને પણ જોખમ છે ચક્રવાત પાસે હપ્તા ઉઘરાવતા વચેટિયા, પેટકોન વાપરતા કારખાના,પેટકોન સપ્લાયર્સ ના વાહનોના વિડિયો, ડ્રાઇવર નું કબૂલ નામુ વગેરે છે જે ગાંધીનગર સચિવ શ્રી ને આપી સમગ્ર રેકેટ નો પર્દાફાશ કરવામાં આવશે અને તમામ ઇન્ડસ્ટ્રી ને પર્યાવરણની હવા નિયંત્રણ ની કલમ ૧૩૮ થી ક્લોઝર નોટીસ સાથે NGT ની ગાઈડ લાઇન્સ મુજબ EDC નો ૨૫ થી ૪૦ લાખ સુધીનો દંડ અને ૩ મહિના સુધી ફેક્ટરી બંધની કાર્યવાહી કરશે અને ગેરકાયદેસર પેટકોન માફિયાની SOG મા માહિતી આપશે વચેટિયા ને મોરબી બહાર કોઈ ઓળખતું નથી એ યાદ રાખવા જેવું છે.