મોરબીમાંથી વિદેશી દારૂના બે ચપલા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીની કબીર ટેકરી શેરી નં -૦૮ પાસેથી જાહેરમાં વિદેશી દારૂના બે ચપલિ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીની કબીર ટેકરી શેરી નં -૦૮મા રહેતા આરોપી અસગરભાઈ અબ્દુલભાઈ ચાનીયા (ઉ.વ.૪૮) પાસેથી વિદેશી દારૂના ચપલા નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ ના મુદ્દામાલ મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમા પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.