હળવદના ઘનશ્યામગઢ ગામેથી મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે ટીકર રોડ ઉપર દુકાન પાસે આધેડના ભત્રીજાનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા હર્ષદભાઈ કાનજીભાઇ લોરીયા (ઉ.વ.૪૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભત્રીજાનો વીવો કંપનીનો મોડેલ વી-૨૯ બ્લુ કલરનો જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળો મોબાઇલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.