મોરબીના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી ગામે મનસુખભાઇ નાથાભાઈ પડસુબીયાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન બાતમી મળેલ કે મોરબીના નાની વાવડી ગામે આરોપી મનસુખભાઇ નાથાભાઈ પડસુબીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાલ ઉઘરાવે છે તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો મનસુખભાઇ નાથાભાઇ પડસુબીયા ઉ.વ.૬૬, પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વસીયાણી ઉ.વ.૫૮, રામભાઇ બાબુભાઇ ઝીલરીયા ઉ.વ.૫૨, દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા ઉ.વ.૬૬, ચંદુલાલ નરસીભાઇ સંઘાણી ઉ.વ.૬૪, રમેશભાઇ હર્ષદભાઇ કુંભારવાડીયા ઉ.વ.૩૮, ભુપતભાઇ મોહનભાઇ ગોગરા ઉ.વ.૫૦ રહે- બધાં નાની વાવડી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૫,૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.