Saturday, December 28, 2024

મોરબી જિલ્લા તમામ તાલુકાઓમા સફાઈ મિત્ર સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત 303 સફાઈ મિત્રોનું કરાયું સન્માન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સફાઈ કામદારો માટે સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ; સફાઈ કામદાર તથા તેમના પરિવારોની આરોગ્ય તપાસ કરાઈ

સફાઈ મિત્ર વ્યવસાયિક સુરક્ષા અને આર્થિક વિકાસ કાર્યક્રમ અન્વયે જનકલ્યાણકારી યોજનાઓ લાભ વિશે માહિતીગાર કરાયા

મોરબી જિલ્લામાં સાફ-સફાઈ કરતા સફાઈ મિત્રો‌ની કામગીરીને સન્માનવા તથા તેમની આરોગ્ય તપાસ અને યોજનાકીય માહિતી આપવાના હેતુથી ૩૦૩ સફાઈ કર્મચારીઓને સાંકળીને તમામ તાલુકાસફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટે પ્રિવેન્ટીવ હેલ્થ ચેકઅપ, સફાઈ મિત્ર આરોગ્ય સુરક્ષા કાર્યક્રમ, સફાઈ કામદારોને વ્યવસાયિક જોખમથી બચાવવા સુરક્ષા સાધનોનું વિતરણ તથા તેમના આર્થિક વિકાસ માટે બેન્ક સુવિધા તેમજ સરકારી વિવિધ યોજનાઓથી જોડવા માટે સફાઈ મિત્ર વ્યવસાયિક સુરક્ષા અને આર્થિક વિકાસ કાર્યક્રમ સહિતના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સફાઈ મિત્રો માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિર અન્વયે મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટાફ દ્વારા સફાઈ કામદાર એવા સ્વચ્છતા મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. ‘સફાઈ મિત્ર આરોગ્ય સુરક્ષા કાર્યક્રમ’ અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં ૩૦૩ જેટલા સફાઈ કામદારો તથા તેમના પરિવારજનોની આરોગ્ય વિભાગના સહયોગથી પ્રીવેન્ટીવ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ‘સફાઈ કર્મચારીઓને સફાઈ મિત્ર વ્યવસાયિક સુરક્ષા અને આર્થિક વિકાસ કાર્યક્રમ’ના ભાગરૂપે આ સ્વચ્છતા કામદારો અને તેમના આશ્રિતોને સામાજિક સુરક્ષા અને તેમના પરિવાર કલ્યાણ માટે વિવિધ યોજનાઓ સાથે જોડવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને આયુષ્યમાન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર