Tuesday, September 24, 2024

મોરબીમાં DCX કંપનીના નામે વધુ વળતર આપવાની લાલચ આપી યુવક સાથે 36 લાખની છેતરપીંડી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લાલપર ગામના યુવકને આરોપીએ વોટ્સએપ તથા ટેલીગ્રામમા DCX કંપનીનુ નામ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે વધું વળતર આપવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ ખાતામાં નાણાં મેળવી યુવક પાસેથી રૂ. ૩૬ ,૧૧,૦૫૦ પડાવી યુવકે સાથે છેતરપિંડી કરી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ બીહારના વતની અને હાલ મોરબીના લાલપર ન્યુ પ્લોટ એરીયા ઢાળ વિસ્તારમાં રહેતા અને ફેબ્રીકેશનનો ધંધો કરતા અજયકુમાર મનભરન સિંહ એ આરોપી (૧) મો.નં-૭૬૫૬૮૦૭૪૫૦ વાળા (૨) Federal Bank બેન્ક ખાતા-999801 2403399 તથા (૩) Indian Bank બેન્ક ખાતા- 7785158532 તથા (૪) IDFC First Bank ખાતા નં-55554 98762 તથા (૫) Bandhan Bank ખાતા નં-2020004 7418040 તથા (૬) Federal Bank ખાતા નંબર- 11660100 315652 તથા (૭) NSDL Payments Bank Ltd ખાતા નં-501026789951 તથા (૮) Federal Bank ખાતા નં-1279010 0325093 ના ધારકો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મો.નં-૭૬૫૬૮૦૭૪૫૦ વાળાએ ફરીયાદીને ફોન કરી વોટ્સઅપ તથા ટેલીગ્રામમાં DCX કંપનીનું નામ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપી વિશ્વાસ અને ભરોસો કેળવી ટેકનીકલ માધ્યમથી ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરી અલગ અલગ બેન્ક ખાતાંમાં ફરીયાદીની એ.કે. ઇન્ડસ્ટ્રીઝ પેઢીના ICICI બેન્ક એકાઉન્ટ નંબર -249805501371 વાળામાથી કુલ રૂ.૩૬,૧૧,૦૫૦ મેળવી લઈ ફરીયાદના નાણાં પરત નહીં આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે‌.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર