માળીયાની ભીમસર ચોકડી પાસેથી પિસ્તોલ સાથે એક ઝડપાયો
માળીયા (મી): માળીયા તાલુકાના ભીમસર ચોકડી પાસેથી દેશી બનાવટી પિસ્તોલ સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા (મી) તાલુકાના ભીમસર ચોકડી નજીક આરોપી તુલસીભાઈ હસમુખભાઈ સંખેસરીયા (ઉ.વ.૩૫) રહે. પંચાસર રોડ, રાજનગર સોસાયટી મોરબીવાળા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ -૦૧ કિં રૂ.૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧બી)(એ) તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.