કાયદા કોઈના બાપની જાગીર નથી કાયદા થી મોટું કોઈ નહિ!!!
હમણાં ગણેશ ઉત્સવ દરમ્યાન કલેક્ટર દ્વારા વિસર્જન ને લઈને ચોક્કસ જાહેરનામું બહાર પાડેલું તેમ છતાં અમુક આયોજકો દ્વારા પોતાની મનમાની ચલાવી મરજી મુજબ મચ્છુ-૩ માંજ વિસર્જન કર્યું જેથી મોરબી પોલીસ દ્વારા આયોજકો વિરુદ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદ દાખલ કરાય
આવનારા દિવસોમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે જેમાં જગદંબાની આરાધના ભક્તિનું પર્વ છે જેને લઇને મોરબીના જાગૃત વકીલ અગ્રણી દિલીપભાઈ અગેચનિયા અને કે.ડી. (લંકેશ) દ્વારા કલેક્ટર ને રજુવાત કરવામાં આવી છે જેમા નવરાત્રી દરમ્યાન જાહેરનામું બહાર પાડી તેની કડક અમલવારી થાય
નવરાત્રિમાં બાળાઓ ગરબેઘુમી રાસ રમતી હોય છે જેમાં શક્તિચોક માં થતી ગરબી કે ગામડામાં થતી ગરબી ભારતીય ભાતીગળ પરંપરા નું ઉદાહરણ છે. જેની સામે કોઈ ને પણ વાંધો ના હોઈ શકે પ્રાચીન અને ધાર્મિક ગરબી ગુજરાતીઓ ની અસ્મિતા છે જેમાં અમે પણ સહભાગી છીએ
પરંતુ નવરાત્રિના નામ પર ડિસ્કા પાર્ટી, પાસ સાથેની ક્લબ પાર્ટી વેસ્ટર્ન સંસ્કૃતિ ને પ્રાધાન્ય આપતી ગરબી નામ માત્રની ગરબીઓ હોઈ છે જેનો મુખ્ય હેતુ આર્થિક હોઈ છે જેને માતાજીની ભક્તિ સાથે કોઈ લેવા દેવા હોતું નથી તેમજ હિન્દી ગીતો ઉપર ડાન્સ થાય છે જેમાં હાઈ ફ્રિકવન્ટ સાઉન્ડ વગાડી મોડે સુધી નાચ કરવામાં આવે છે જેના થી સગર્ભા મહિલા બાળકો, અને સિનિયર સિટીઝન ઉપર ગંભીર અસર પડે છે.માટે ફક્ત ગ્રાઉન્ડ માં સંભળાય તેટલા જ સાઉન્ડ ની મંજૂરી આપવી.ભૂતકાળ માં સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર આવેદનો અને રજુઆતો કરવામાં આવી છે
નવરાત્રી દરમ્યાન મોડે સુધી ખુલ્લા રહેલા પાન ગલ્લાઓ અને દુકાનો ૧૧ વાગે બંધ કરાવી જેથી લોકોના ટોળાઓ ના બેસે.બાળાઓ અને મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસની સી ટીમની વ્યવસ્થા કરવી. અને ટ્રાફિક ના સર્જાય એ માટે પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવું જેથી કોઈ મેડિકલ ઇમરજન્સીના સર્જાય.જો કોઈ જાહેરનામાનો ભંગ કરે તો બે રોક કાર્યવાહી થાય.
સરકાર દ્વારા જાહેર કરાયેલ નિયમો જેવા કે ફાયર એનઓસી , સિક્યુરિટી વ્યવસ્થા, પરફોર્મન્સ લાઇસન્સ, બુકિંગ લાઇસન્સ, મેડિકલ ટીમ, કેનટીન લાઇન્સ વગરે નિયમો આયોજકો ને પાલન કરવાવવામાં આવે જેથી કોઈ દુર્ઘટના કે તહેવાર દરમિયાન અનિચ્છનીય બનાવના બને.