આગામી તા. 29 સપ્ટે. રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબી: આગામી તારીખ 29/09/2024 ના રોજ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ નિર્ધારિત સમયે યોજાશે.
તેથી લોહાણા સમાજના સર્વે વિદ્યાર્થી મિત્રો તથા જ્ઞાતિબંધુઓએ આ કાર્યક્રમમાં સમયસર હાજરી આપવા રઘુવંશી યુવક મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તેમજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન પાસેના રોડનું નિર્માણ કાર્ય ચાલુ હોય જ્ઞાતિબંધુઓને અનુરોધ કરાયો છે કે આજુ- બાજુની શેરીઓમાં પોતાના વાહન વ્યવસ્થિત પાર્ક કરી અને કાર્યક્રમમાં હાજરી આપશો. આ કાર્યક્રમ પૂર્ણ થયેલ જલારામ બાપાનો ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.