હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી યુવાનનું મોત
હળવદ: હળવદની પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલ પાછળ નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બ્રીજેશભાઇ દયારામભાઈ ચાવડા (ઉ.વ.૧૯) રહે. હળવદ ખારીવાડ વાળા પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલ પાછળ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બ્રીજેશભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.