મોરબી 181 અભયમ ટીમને મળેલ બાળકી બાલ સુરક્ષા એકમને સોંપાઈ
મોરબી: જાગૃત નાગરિક નો 181 પર કોલ આવતાની સાથે મોરબી 181 ટીમ બાળકી ની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચી જાગૃત નાગરિકનું કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ આ બાળકી અંદાજિત 3-4 કલાક થયા અહીં દુકાન પાસે બેસેલ છે તેનું નામ કે પપ્પાનું નામ બાળકી કહેતી નથી અને બાળકી ડરેલી હોવાથી કશું બોલતી નથી.
જેમાં બાળકી રડતી હોવાથી બાળકી ને શાંત કરેલ અને બાળકી ને પાણી પીવડાવી નાસ્તો કરાવેલ. ત્યાર બાદ બાળકી પાસે થી તેના વિશે જાણવા નો પ્રયત્ન કરેલ જેમાં બાળકી એ તેમનું નામ લલિતી જણાવેલ અને તે રૂમ પર રહે છે તેમ જણાવેલ બાળકી હિન્દી ભાષામા વાત કરેલ ત્યાર બાદ બાળકીને લઇને આસપાસના કારખાના પર ગયેલ જેમાં બાળકીને કોઈ ઓળખતું ન હોય કે બાળકી કોઈ ને ઓળખતીના હોય ત્યાર બાદ બાળ સુરક્ષા ટીમના એક અધિકારી આવેલ જેમાં તેમની સાથે મળીને બીજી તરફના કારખાનામા બાળકી વિશે પૂછ પરછ કરેલ જેમાં બાળકી ઝારખંડના વ્યક્તિઓ જે કારખાના મા કામ કરતા હોય તેમની ભાષા સમજેલ જેમાં બાળકી કહેતી હોય કે તેને કય ખબર નથી.
જેમાં આજુ બાજુના કારખાના વાળાઓને જણાવેલ બાળકીના માતા પિતા બાળકીને શોધતા જણાય તો મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવેલ અને કારખાના વાળા ગ્રુપમા બાળકી વિશે જાણ કરેલ શોધ ખોળ કરેલ છતાં પણ બાળકીના વાલી વારસ મળેલ ના હોવાથી સુરક્ષા એકમ ના મહિલા અધિકારી આવ્યા બાદ બાળકી ને આગળ ની કાર્ય વાહી માટે બાલ સુરક્ષા એકમને સોંપેલ.