આશાપુરા માતાના મઢ જતા પદયાત્રિકો માટે લજાઈ ચોકડી ખાતે સેવા કેમ્પ આજથી શરૂ
મોરબી: કચ્છમાં બીરાજમાન આશાપુરા માતાના મઢ દર્શન માટે પગપાળા જતા પદયાત્રિકો માટે મોરબીની લજાઈ ચોકડી ખાતે આજથી પદયાત્રિઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજે તારીખ 21 સપ્ટેમ્બરને શનિવારથી રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે લજાઈ ગામ સમસ્ત દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકોને તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. વધુ માહિતી માટે મો.નં. 9825380343 અથવા 9726920521 પર સંપર્ક કરવા જણાવાયું છે.