ટંકારાના નાના ખીજડીયા ગામ પાસે મુસાફરને રીક્ષામાં બેસાડી રૂ.50 હજાર સેરવી લીધા
ટંકારા: વૃદ્ધ તથા તેમના પત્ની સીએનજી રીક્ષામાં બેઠા હોય તે દરમ્યાન ટંકારાના નાના ખીજડીયા ગામના અવડા નજીક રોડ પર રીક્ષામાં બેઠેલ બે શખ્સોએ વૃદ્ધની નઝર ચૂકવી ખીચામાથી રોકડ રૂ.૫૦ હજાર સેરવી લીધા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલાના ગામે રહેતા વાલજીભાઈ દેવશીભાઇ બાર (ઉ.વ.૬૫) એ આરોપી અજાણી રીક્ષાનો ચાલક તથા તેમા બેઠેલ બે ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી આજાણી રીક્ષાના ચાલક તથા રીક્ષાની પાછળની સીટ ઉપર બેઠેલ બે ઇસમોના હવાલા વાળી રીક્ષામાં ફરીયાદી તથા તેમના પત્ની જોસનાબેન તથા સાથી રાણુબેન બેઠા હતા તે દરમ્યાંન ફરીયાદીની નજર ચુકવી રીક્ષાની પાછળની સીટે ફરિયાદીની જમણી બાજુ બેઠેલ ઇસમએ ફરિયાદીની કોટીના જમણી બાજુના ખિસ્સામાં રાખેલ પૈસા પૈકી રૂા.૫૦,૦૦૦/-નુ એક બંડલ સેરવી લઇ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.