ટંકારા: લુંટના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો
ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ આઇ. પી. સી. કલમ – ૩૯૫ વિ. મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સહદાર માનસીંગ મીનાવા રહે. ગુરડીયાતા. કુક્ષી જી.ધાર (મધ્યપ્રદેશ) હાલે મોરબી રવિરાજ ચોકડી ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ પેરોલ ફર્લો સ્ટાફને બાતમીવાળી જગ્યાએ તપાસમાં મોકલતા લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી શાહદર માનસિંહ મીનાવા ઉ.વ.૩૧ રહે. રહે. ગુરાડીયા (નરવાલી) તા. કુક્ષી જી. ધાર મધ્યપ્રદેશવાળો મોરબી રવિરાજ ચોકડી ખાતેથી મળી આવતા ઇસમને પકડી પાડી હસ્તગત કરી લુંટના ગુન્હામા આગળની ઘટીત કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, ટંકારા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.