ટંકારામાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
ટંકારા: ટંકારાની ગાયત્રીનગર સોસાયટીના પાછળના ભાગે દેવીપૂજક વાસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારાની ગાયત્રીનગર સોસાયટીના પાછળના ભાગે દેવીપૂજક વાસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો રફિકભાઈ ઉર્ફે હરીયો આદમભાઈ સોહરવદી ઉ.વ.૩૨ રહે. ટંકારા સંધીવાસ તા.ટંકારા, હાજીશા હુસેનસા સોહરવદી ઉ.વ.૩૨ રહે.ટંકારા કલ્યાણપર રોડ આશાબાપીરની દરગાહ પાછળ તા.ટંકારા, રફિકભાઈ ગફારભાઈ કાસમાણી ઉ.વ.૪૦ રહે. ટંકારા મેમણશેરી તા.ટંકારા, અવેસભાઇ આદમભાઈ અબ્રાણી ઉ.વ.૨૬ રહે. ટંકારા સરકારી હોસ્પિટલ સામે તા.ટંકારા, ઈમ્તિયાજભાઇ ઉર્ફે ઈનો અલીભાઈ મકવાણા ઉ.વ. ૩૦ રહે. મોચીબજાર તા.ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.