મોરબીની વજેપર શેરીમાં અગાઉ થયેલ ફરીયાદ બાબતે ઝઘડો થતાં બંને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીની વજેપરમા રહેતા બે શખ્સોએ એક બીજા વિરુદ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ઝઘડો કરી એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વજેપર શેરી નં -૧૯ માં રહેતા અરવિંદભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ.૪૦) એ આરોપી ગીરીશભાઈ નારણભાઈ રહે. વજેપર શેરી નં -૧૫ તથા એક અજાણ્યા માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ગીરીશ તથા અન્ય ચાર માણસો વિરૂધ્ધ ફરિયાદીના ભાઈ મહેશભાઈએ વર્ષ ૨૦૧૭ માં કેસ કરેલ હોય જે કેસ પાછો ખેચી લેવા માટે આરોપી ગીરીશએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલ તલવાર જમીન પર પછાડી તથા આરોપી ગીરીશ તથા તેની સાથેના અજાણ્યા માણસે ફરિયાદીને ભુંડી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે મોરબીના વજેપરમા શેરી નં ૧૫મા રહેતા ગીરીશભાઈ નારણભાઈ કણજારીયા (ઉ.વ.૨૫) એ આરોપી પ્રભુભાઈ પરમાર, પાંચાભાઈ પરમાર, જગાભાઈ પરમાર, મૉન્નાભાઈ પરમાર તથા પ્રકાશભાઇ પરમાર રહે. બધાં વજેપર શેરી નં -૧૯ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા તેનો મિત્ર પ્રદિપ તથા તેના કાકાનો દિકરો સુમિત ફરિયાદીનું હોન્ડા સાઈન મોટર સાઈકલ રજીસ્ટર નંબર GJ-36-AB-2977 વાળુ લઈને વજેપર શેરી નં.૧૯ માં ઢોકળાનું મશીન લેવા માટે ગયેલ હોય ત્યારે ફરિયાદી વિરૂધ્ધ અગાઉ ફરિયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપી પ્રભુભાઈ જોઈ જતા આરોપી પ્રભુભાઈના હાથમાં લાકડાનો ધોકો લઈને તથા આરોપીઓ પાંચાભાઈ તથા મુનાભાઈ તથા જગાભાઈ આવેલ અને ફરિયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદી ત્યાંથી જતા રહેલ બાદ ફરિયાદીના મિત્ર મોટર સાઈકલમાં બેઠેલ હોય બાદમાં આરોપી પ્રકાશ આવી અને આરોપીઓએ ફરિયાદીના મિત્ર પ્રદિપને મોટર સાઈકલમાંથી નિચે ઉતારી મોટર સાઈકલમાં નુકશાની કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.