ભાજપ આગેવાનોની સામે મોરબી સરકારી તંત્રની ઓકાત બે કોડીની !
મોરબી:હિન્દૂનો કોઈ તહેવાર હોઈ અને સરકારી તંત્ર કે ડાભુરીયાઓ દ્વારા ખલેલ નો પોંહચાડે કે પછી રોળા નો નાંખે તો જ નવાઈ કેહવાય.
હિન્દૂ મુસ્લિમના કોઈ પણ ધાર્મિક પ્રસંગ વખતે નાટક કરવા તે તંત્ર માટે એક મુદ્દાનો કાર્યક્રમ છે ત્યારે મોરબીમાં પણ આવું જ કાંઈ ગણપતી વિસર્જન વખતે થયું કે પછી કરવામાં આવ્યું તેની પણ તપાસ કરાવો તેવું ધાર્મિક લાગણી વારા લોકો કહી રહ્યા છે.
મયુર નગરી કા રાજા અને સિદ્ધિ વિનાયકા રાજા આ બને ગણપતિ મહોત્સવના આયોજકો સામે મોરબી પોલીસે જાહેરનામ ભંગની ફરિયાદી કરી છે ત્યારે હિન્દુત્વના નાટક કરતી સરકારની નિયત ઉપર પણ શંકા જાઈ છે કેમ કે નીતિ નિયમો માત્ર હિન્દૂ તહેવારના આયોજકો સામે જ હોઈ છે અને અમલ કરાવે છે
જો કે આ વખતે ભાજપના આગેવાને જ સરકારી તંત્રની ઓકાદ બે કોડીની છે તે સાબિત કરી દીધું અને આમાં મોટા ભાગે વાંક પણ ક્યાંક ને ક્યાંક તંત્રનો છે.
આ અંગે વાત કરીએ તો પેહલા મોરબીમાં યોજાતા ગણપતિ મહોત્સવ માટે તંત્રએ મોરબી 2 મા આવેલ પીકનીક પોઇન્ટ ઉપર વિસર્જન રાખ્યું હતું પણ આ વિસર્જન પોઇન્ટ સામાન્ય કદ ની મૂર્તિ પૂરતો હતો પણ જે બે મહોત્સવ નાં આયોજકો સામે ફરિયાદી થાય છે તેની મૂર્તિ 25 ફૂટ ઉપરની હતી જે તંત્ર દ્વારા નક્કી કરેલ સ્થળ ઉપર વિસર્જન શકય નોહતું અને ઉપર થી જયારે આ બને મહોત્સવના સંચાલકો દ્વારા નિર્ધારિત વિસર્જન રૂટ ઉપર જવાને બદલે પોતાનો તામ જામ કંડલા બાય પાસ તરફ લીધો છતાં સાથે રહેલ પોલીસ તંત્ર દ્વારા તેમને અટકાવવા નોહતા આવ્યા જે તેમની ફરિયાદીમા બેદરકારી નો કહેવાય..? તેમની સામે પણ ફરજમાં બેદરકારી અને ઈરાદા પૂર્વક વિવાદ ઉભો કરવા માટે ફરિયાદીનો થઇ શકે..?
ખેર મુદ્દાની વાત ઉપર આવી પોલીસની બંદોબસ્ત સાથે જ બને ગણપતી બાપા કંડલા બાય પાસે આવેલ મચ્છુ નથી ના કિનારે પહોંચ્યા અને પોલીસને ભાન થયું… લે આ તો વિસર્જન કરવાનાં છે.. આને અટકાવો… ને ચાલુ થયો વિવાદ સિદ્ધિ વિનાયકા રાજા મહોત્સવના આયોજક અરવિંદ બારૈયા એ વિસર્જન નાં અટકાવતી પોલીસની રીતસરની આબરૂ લઇ લીધી આને ઓકોત દેખાડી દિધી.
જે પોલીસ લાઇસન્સ વગર કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ વગર કોઈ વાહન ચાલાકને પકડે અને આંતકવાદી જેવો વ્યવહાર કરે તે પોલીસ રીતસર ચાર પગે થઈ ગઈ હતી આને આ બધું અહીં જ નો અટક્યું વિસર્જનની ના પડતા મામલો વધુ ગરમ થયો અને ગણપતી બાપાના ભક્તોએ બાયપાસ રોડ જામ કરી દીધો હતો જેના કારણે એસ. પી. ના ચાર્જમાં રહેલ ડી. વાય. એસપીને મોડી રાત્રે આવવું પડ્યું તું પણ તેમની વાત પણ ભક્તો માન્ય નોહતા અને વિસર્જન થશે તો અહીં જ થશે તેવી જીદ પકડી હતી. આ મામલે સ્થાનિક ધારાસભ્ય પણ રસ લીધો હતો આને અંતે બાપાનું વિસર્જન ભક્તોની ઈચ્છા મુજબ થયું હતું.
જો કે મોરબી પોલીસે બાદમાં બને આયોજકો સામે ફરિયાદી બની ફરિયાદ નોંધી છે પણ મહત્વનો મુદ્દો તે છે કે હિન્દૂ તહેવારો માંજ જ કેમ વિવાદ થાય છે અને તે પણ ચાલુ તહેવારે કે તહેવારની રંગત જમી હોઈ ત્યારે, હવે આ જ વિસર્જનની વાત કરી તો પોલીસે વિસર્જન કરવા માટે ભક્તો જયારે કંડલા બાયપાસ તરફ વળ્યાં ત્યારે કેમ તેને રોક્યા નહી જો ત્યાર જ રોકીને સ્પષ્ટ કહી દીધું હોત કે વિસર્જન સરકારે નક્કી કર્યા છે તે જ જગ્યાએ થશે પણ ના પોલીસે આમ ના કર્યું અને વિવાદ થવા દીધો જો કે આનું પરિણામ પણ તેને જ ભોગવું પડ્યું આબરૂ ખોઈ ને હવે આ જોતા પોલીસની બેદરકારી પણ સ્પષ્ટ દેખય છે ત્યારે જિલ્લા કલેક્ટર આ બાબતે કોઈ પગલાં ભરશે કે તે માત્ર તમાશો જ જોશે.