મોરબીના મહેન્દ્રનગર ITI નજીક સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબીના મહેન્દ્રનગર આઇટીઆઇ પાસેથી સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે બે ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ મહેન્દ્રનગર આઈ.ટી.આઈ પાસે વોચમાં રહેલ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો કાર આવતા તેને રોકી તેમાંથી તપાસ કરતા કરતા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૫૪૪ કિ.રૂ. ૪.૬૫,૨૬૦/- તથા બીયરના ટીન નંગ- ૨૬૪ કિ.રૂ. ૨૬,૪૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૯૧,૬૬૦/- નો વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ફોરવ્હીલ ગાડીની કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/-તથા બન્ને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૨૦,૧૧,૬૬૦/- નો કુલ મુદામાલ મળી આવતા કાર ચાલક ગોપીકિશન બાબુલાલ ચૌહાણ ઉ.વ.૩૬ રહે. સાંચોર જી જાલોર રાજસ્થાન તેમજ ડ્રાઇવરની બાજુની સીટમાં બેસેલ ઇસમ રાજરામ ભાખારામ પુનીયા ઉ.વ.૪૦ રહે- સાંચોર જી જાલોર રાજસ્થાન વાળાને ઝડપી પાડી આરોપીઓ વિરૂદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરેલ છે.