મોરબી પાલિકા દ્વારા પાન મસાલામાં વપરાતું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 250 કિલો જથ્થો જપ્ત કર્યો
મોરબી: પાલીકા દ્વારા મોરબી શહેરમાં દુકાનોમા પાન મસાલામા વપરાતું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૨૫૦ કિલો જથ્થો જપ્ત કરી દુકાનદારોને રૂ. ૫૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.
દેશ તેમજ રાજ્યમાં પ્લાસ્ટિકના વેપાર પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે તેમ છતા વેપારીઓ તથા દુકાનદારો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્ય છે ત્યારે મોરબી પાલિકા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના શ્રીકૃષ્ણસિંહ જાડેજા દ્વારા ટીમ બનાવી મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં દુકાનદારો દ્વારા વેચવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિક પર કાર્યવાહી હાથ ધરી હતી અને પાન મસાલામાં વપરાતું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૨૫૦ કિલો જથ્થો જપ્ત કરી દુકાનદારો પાસેથી રૂ. ૫૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.