Friday, September 20, 2024

મોરબી: PGVCL દ્વારા વીજ કનેકશન ન આપતા નાગરિકોએ કલેકટરને આવેદન પાઠવ્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો દ્વારા વીજ કનેકશન માટે અરજી કરેલ હોવા છતાં પીજીવીસીએલ દ્વારા કનેક્શન ન આપવામાં આવતા નાગરીકો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વીજ કનેક્શનની માંગ કરી છે.

મોરબી શહેર ગ્રામ્ય વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી લેખિતમાં જણાવ્યું હતું કે નાના અને મધ્યમ વર્ગના માણસો છીએ અને નાના ધંધા તેમજ પ્રાઇવેટ નોકરી તથા ખેતી-વાડી કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ, હાલ લોકો ભાડાના મકાનમાં રહીએ છીએ, અને માલીકીના ફલેટ છે જેની PGVCLમાં વિજ કનેકશનની અરજી કરેલ છે, પરંતુ PGVCL તરફ થી વિજ કનેકશનની સુવિધા આપવામાં આવતી નથી, વિજળીની સુવિધાના અભાવે લોકોને માલીકીના ફલેટ હોવા છતા ભાડાના મકાનમાં રહેવા મજબુર થવુ પડયું છે, જેના ભાડા ભરવા પડે છે તથા લીધેલ ફલેટનાં હોમ લોનના હપ્તા ભરવા પડે છે જેના કારણે લોકો બહુ જ મોટા આર્થિક સંકટમાં મુકાય ગયા છે તેમજ બાળકોના અભ્યાસમાં બહુ જ મુશ્કેલી પડે છે તથા બાળકોનો અભ્યાસ પણ બગડે છે.

જેથી હાલ આર્થિક સંકટ અને પરિવારને પડતી મુશ્કેલી ના કારણે મધ્યમ વર્ગના પરિવારના જવાબદાર વ્યકિત હોવાથી હાલ શારિરીક અને માનસિક રીતે ડિપ્રેશનમાં હોય જો આ લોકોને કાઈ પણ થાય તો જવાબદારી કોની?.

જ્યારે વિજળી તે જીવન જરૂરી હોય તાત્કાલીક મધ્યમ વર્ગના લોકોના પ્રશ્નનો ઉકેલ લાવી વિજ કનેકશન આપવા PGVCL ને હુકમ કરવામાં આવે તે હેતુથી મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકોએ માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર