Friday, September 20, 2024

મોરબી: ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ભરતીમાં જગ્યા વધારા માટે ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારોએ મોરબી – માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 2023માં TAT-1 અને TAT-2માં પાસ થયેલા ઉમેદવારોની 7500 જેટલી જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું છે. પરંતુ રાજ્યમાં NEP-2020 અંતર્ગત TAT પરીક્ષા નવી શિક્ષણનીતિ મુજબ લેવામાં આવેલ છે જે દ્વિસ્તરીય પદ્ધતિમાં કઠીન મહેનત કરી અંદાજે 38730 જેટલા ઉમેદવારો ઉતીર્ણ થયા છે. જેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર 7500ની ભરતી કરવા જણાવામાં આવ્યું છે. તેથી ટેટ ટાટ પાસ ઉમેદવારોની રજુઆત છે કે અંદાજે 38730 જેટલા ઉમેદવારો સામે માત્ર 7500 ની જાહેરાતથી પાસ ઉમેદવારો સાથે અન્યાય થાય એમ છે.

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં હાલમાં નિવૃત થતા શિક્ષણ સહાયકો અને ખાલી જગ્યા સહીત 17000 કરતા વધુ જગ્યા ખાલી છે. અને આગામી 31/10/2024 સુધીમાં પણ વધુ શિક્ષણ સહાયકની જગ્યા ખાલી થનાર હોય જેથી રાજ્યના શિક્ષણ પર ગંભીર અસર થનાર છે. જેથી આ બાબતે વિભાગને સૂચના આપી 7500 શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવા જણાવવામા આવે અને અમારા જેવા રાજ્યના અંદાજે 38730 જેટલા યુવાનોને ન્યાય આપવાની એવી ધારાસભ્ય પાસે અપેક્ષા રાખી હતી.

વધુમાં જણાવવાનું કે 2023માં લેવામાં આવેલ TAT વિસ્તરીય પરીક્ષાની માર્કશીટ આવનાર બીજી TAT પરીક્ષાના પરિણામ સુધી માન્ય રાખવામાં આવેલ છે. જેથી ભરતી ઓછી સંખ્યામાં કરવામાં આવે તો ઉમેદવારો સાથે ખૂબ અન્યાય થાય એમ છે કારણ છે કે ઘણા ઉમેદવારોની ઉંમર પણ પૂર્ણ થઈ જાય છે અને તેમના પર પારિવારિક જવાબદારીઓ પણ હોવાથી વારંવાર તૈયારી પણ કરી શકતા નહીં જેથીજેમ બને એમ 9 થી 12 (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક)માં શિક્ષણ સહાયકની વધુમાં વધુ ભરતી કરવામાં આવે‌.

વધુમાં ધારાસભ્ય કાંતિભાઈએ આ રજુઆત માનનીય મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રીને કરી આપેલ છે. જેથી ટેટ ટાટ પાસ ઉમેદવારો તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર