Monday, January 13, 2025

સીધ્ધી વિનાયક કા રાજાના આયોજક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સમગ્ર દેશમાં તેમ જ રાજ્યમાં ગણેશ સ્થાપના બાદ હાલ ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્ય છે ત્યારે મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ વિસર્જન માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરેલ હોય જે જાહેરનામાનો ભંગ કરી મોરબી મચ્છુ -૦૩ ડેમમાં ગણેશ વિસર્જન કરનાર શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનસના પીલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપી અરવિંદભાઈ છગનભાઇ બારૈયા રહે. ૪૦૨ રાઘવ એપાર્ટમેન્ટ, સુદર્શન પાર્ક, રામકો બંગ્લો પાસે કેનાલ રોડ મોરબીવાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી કે સીધ્ધી વિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજકો આરોપી અરવિંદભાઈ બારૈયાને ગણેશ મુર્તિ વિસર્જન અંગે સરકારી તંત્ર દ્બારા નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ ગણેશ મુર્તિનુ વિસર્જન કરવાનુ હોવાની તેમજ મોરબી જુની આર.ટી.ઓ. કચેરી પાસે મચ્છુ નદિ ઉપર આવેલ મચ્છુ-૩ ડેમ ખાતે કુદરતી જળાશય કે જે જળ સિંચાઈ તથા પિવાના પાણી તરીકે ઉપયોગ માટે લેવાતુ હોવાનુ જાણતા હોવા છતા તે જગ્યાએ ખાનગી ક્રેન બોલાવી પોતાની મનસુફી મુજબ ગણપતીની મૂર્તિનું વિસર્જન કરી જળમાં રહેતા જીવજંતુ તથા માછલી તેમજ મનુષ્યની જીંદગી જોખમાય તથા આરોગ્ય ને નુકશાન થાય તેવુ કૃત્ય જાણી જોઈને કરી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિંધ્ધ થયેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર