મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં લાગેલા પ્લાટીકના ડોમ દુર કરવા કોંગ્રેસની માંગ
મોરબી: મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં લાગેલા પ્લાટીકના ડોમ દુર કરવા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ઘણી બધી નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં પ્લાટીકના ડોમ બનાવવામાં આવેલ છે. આ પ્લાસ્ટીકના ડોમ બનાવવાના કારણે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવની સલામતી નથી. આવા ડોમ લગાવેલ નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં શોક સર્કીટ કે અન્ય કારણોસર આગ લાગવાની પણ શક્યતાઓ રહેલી છે. તથા કુદરતી આફતો જેવી કે વાવાઝોડાથી આવા ડોમના કારણે જાનહાની થઈ શકે તેમ છે. જો ભવિષ્યમાં આવા ડોમના કારણે તક્ષશિલા કે રાજકોટ ટી.આર.પી. ગેમઝોન જેવી દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર કોણ ?
જેથી મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કુલો તથા કોલેજોમાં લગાવેલા પ્લાટીકના ડોમ તાત્કાલીક ધોરણે દુર કરવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે. જો આ ડોમ દુર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના થશે તો તેની જવાબદારી આપ શિક્ષણ અધિકારી કચેરીની રહેશે તેમ જણાવ્યું હતું.