લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા દત્તક લિધેલ કુપોષિત બાળકોને ભોજન કરાવ્યું
મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ચાલતા કાયમી કુપોષિત બાળકો માટે હંગર પ્રોજેક્ટ વર્ષ 2024/25ના કાયમી હંગર પ્રોજેક્ટ અંતર્ગત મોટાભેલા- 1 અને 2 આંગણવાડી ખાતે કુલ 18 કુપોષિત બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા દત્તક લેવાયેલા બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
ત્યાં કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત વિટામિન યુક્ત આહાર મળે તે માટે દર માસે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આંગણવાડીના કર્મચારી જસુબેન અને તેડાગર મનીષાબેન બાળકોને આવા પૌષ્ટિક આહાર બનાવીને આપે છે. આ સેવાકીય પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સભ્ય અને સૌરાષ્ટ્ર કચ્છના પાસ્ટ ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં તથા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી લા. મણિલાલ જે. કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ લા. એ. એસ. સુરાણી, લા. મહાદેવભાઈ ચિખલીયા, લા. જયેશભાઇ વ્યાસની હાજરીમાં કુપોષિત બાળકોને પ્રોટીન યુક્ત ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સેવાકીય હંગર પ્રોજેક્ટના દાતા ખજાનચી લા. મણિલાલ જે. કાવર તથા તેમના ભત્રીજા જેરાજભાઈ એસ. કાવર હતા તેમ સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.