મોરબીના પાનેલી ગામે પથ્થરની ખાણમાં ભરેલ પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં આવેલ પથ્થરની ખાણમાં ભરેલ પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સંજયભાઇ દેવાભાઇ જંજવાડીયા ઉ.વ.૩૫ રહે. ટોડો સીરામીક કારખાનામા સરતાનપર રોડ તા.વાંકાનેર જી.મોરબી વાળા પાનેલી ગામની સીમમા આવેલ પથ્થરની ખાણમા ભરેલ પાણીમા માછલી પકડવા ગયેલ હોય ત્યારે પથ્થરની ખાણના પાણીમા કોઈપણ કારણોસર ડુબી જતા સંજયભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.