મોરબીના ઉંચી માંડલ ગામે નર્મદા કેનાલમાં ડુબી જતાં એક વ્યક્તિનું મોત
મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ એકોર્ડ કારખાનાની સામે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત થયા હતું.
મળતી માહિતી મુજબ અમીત વિભીષણ નાયક હાલ રહે. મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ નેહાની સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં મૂળ રહે ઝારખંડવાળો નર્મદા કેનાલમાં ન્હાવા માટે જતા અકસ્માતે કેનાલના પાણીમાં ડૂબી જતાં અમીત નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.