માળીયામાં યુવક પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો
માળીયા (મી): માળીયાના વાગડીયા ઝાપા પાસે સીરાજભાઈ માલાણીની દુકાને એક શખ્સ યુવક સામે થુંકતા યુવકે આરોપીને ટોકતા આરોપીઓએ યુવકને ગાળો આપી યુવકને છરી વડે ગંભીર ઈજા કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરા ગામે રહેતા યુનુશભાઈ હબીબભાઈ કાજેડીયા (ઉ.વ.૧૯) એ આરોપી ડાડો જેડા તથા ડાડો સંધવાણી તથા ઇરફાન સંધવાણી રહે. ત્રણે માળીયા (મી) વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે માળીયાના વાગડીયા ઝાપા પાસે સીરાજભાઈ માલાણીની દુકાને આરોપી ડાડો ફરીયાદી સામે થુંકતા ફરીયાદીએ આરોપીને ટોકતા આરોપીને સારૂ ન લાગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી આરોપી ડાડો તથા ઇરફાનને ફોન કરી બોલાવતા આરોપીઓ મોટરસાયકલ લઈ આવી આરોપીઓએ છરીથી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજા કરી આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.