મોરબી: મોરબી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પાસેથી ૨૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા દંડ ફટકાર્યો હતો.
દેશમાં તેમજ રાજ્યમાં પ્લાસ્ટિકના વેપાર પર પ્રતિબંધ મુકવા આવેલ છે તેમ છતા વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પર મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ કૃષ્ણસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પાલિકાના અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પાસેથી આશરે ૨૦૦ કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓને રૂ.૮૦૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અને આગામી દિવસોમાં પણ પાલીકા દ્વારા કાર્યવાહી કરવામાં આવવાની હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વહીવટી સરળતા માટે તેમજ લોકોના કામનો ઝડપી નિકાલ થાય. તેમજ લોકોને પોતાના વિસ્તારથી નજીકમાં સુવિધાઓ મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકાને ૨ ઝોનમાં વિભાજીત કરવાનું નક્કી કરેલ છે.
તેથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારને પૂર્વ ઝોન તેમજ પશ્ચિમ ઝોન તરીકે વહેચણી કરવામાં આવે છે પૂર્વ ઝોનની ઓફીસ રેઇન બસેરા,...
મોરબી શહેરમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ચાર શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે જે બાતમીના આધારે રેઇડ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી (ફિરકા) નુ વેચાણ કરતા ચારે ઇસમો પાસેથી ચાઇનીઝ...
મોરબી તાલુકાના જીવાપર (ચ) તથા કેશવનગર સમસ્ત દ્વારા નવ દિવસ અખંડ શ્રી રામ ધુનનુ આયોજન કરેલ છે જેનો પ્રારંભ તા. ૧૧-૦૧-૨૦૨૫ થી તા.૧૯-૦૧-૨૦૨૫ સુધી સવારે ૭:૦૦ થી સાંજના ૭:૦૦ સુધી જીવાપર (ચ) હનુમાન મઢી ખાતે રામ ધુનનુ આયોજન કરેલ છે. જેમાં વક્તા રામજી ભગત (નેસડાવાળા) ધુન ભજન ગાય શ્રોતાઓને...