ટંકારાની લખધીરગઢ શાળામાં વિદ્યાર્થીઓના જન્મદિવસની “એક મુઠ્ઠી મગ સાથે યજ્ઞ” અનોખી ઉજવણી
ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષકા જીવતીબેને વિદ્યાર્થી જીયાનના જન્મદિવસથી નવો પ્રયોગ શરૂ કર્યો.
આજે જીયાનભાઈના જન્મદિવસ નિમિત્તે ચોકલેટના બદલે ‘એક મુઠ્ઠી મગ’ જે બાફેલા કે ફણગાવેલા હોય. આવા આરોગ્યપ્રદ મગનું સેવન કરવાથી બાળકોનું પ્રોટીન લેવલ જળવાઈ રહે, બાળકોને તંદુરસ્તી સારી રહે, સ્વસ્થ તનમાં સ્વસ્થ મન રહે અને બાળકો સારી રીતે ભણી શકે. આરોગ્યની જડીબુટ્ટીમાં કહેવાય છે ને કે “મગ કહે હું લીલો દાણો મારે માથે ચાંદું, મારું સેવન રોજ કરો તો માણસ ઊઠાડું માંદુ” જ્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો તો તંદુરસ્ત છે અને તંદુરસ્ત બાળકો એક મુઠ્ઠી મગનું સેવન કરે તો એમને તંદુરસ્તી વધારે સારી બને. આજકાલ આપણે જોઈએ કે બાળકોમાં થોડું કુપોષણનું પ્રમાણ વધતું જાય છે ત્યારે આ એક મુઠ્ઠી મગનો પ્રયોગ બાળકોને તંદુરસ્તી બક્ષશે જેના કારણે એમની શીખવાની ક્ષમતામાં પણ વધારો થશે. આરોગ્યની જાળવણી સાથે બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોની ખીલવણી થાય તેથી જીયાન ભાઈના જન્મદિવસ નિમિત્તે શાળામાં રિસેસના સમયે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.