પી.એમ. મોદીના કાર્યક્રમમાં મોરબી ડેપોની સાત બસો ફાળવાઇ : મુસાફરો રજળી પડશે
મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ ગુજરાતમા મનાવવામાં આવવાનો હોવાથી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય જેમાં મોરબી એસટી ડેપોની સાત બસો ફાળવવામાં આવી છે.
ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ પોતાનો જન્મદિવસ ગુજરાતમાં જ ઉજવશે. તા. ૧૬મીએ વડાપ્રધાનનો જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ હોવાથી ભીડ એકઠી કરવા સમગ્ર રાજ્યમાંથી બસો મુકવામાં આવી રહી છે ત્યારે મોરબી એસટી ડેપોની સાત બસો ફાળવવામાં આવી છે જેના કારણે વવાણીયા, કુંતાસી, સુલતાનપુર, જાજાસર, રાયસંગપર, હળવદ અને માણેકવાડા સહિતના રૂટ આવતીકાલ તા.15 સપ્ટેમ્બર રવીવારે 12 વાગયાથી બંધ રહેશે અને મંગળવાર સવારથી બસો આ રૂટ પર રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.