મોરબી જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ
સ્વ.રાકેશભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યાને પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી
સ્વ.રાકેશભાઈ અંબાપ્રસાદભાઈ પંડ્યા નું એક વર્ષ પહેલા દુઃખદ અવસાન થયુ હતું ત્યારે તેમની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના ભાઈ દીપકભાઈ પંડ્યા સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી.
આ તકે સદ્ગતના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.