Monday, September 23, 2024

મોરબીના પાવડીયાળી નજીક ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના જેતપર રોડ પાવડીયાળી નજીક ચોરી છુપીથી ટ્રકમાંથી બેટરીઓ ચોરી કરનાર ઈસમને રૂ. ૬,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી જેતપર રોડ, પાવડીયાળી કેનાલ પાસે કીશન પ્લસ મીનરલ્સ માટીના કારખાનામાં પાર્ક કરેલ ટ્રકમાંથી રાત્રીના સમયે અલગ અલગ કંપનીની બેટરીઓ ચોરી કરનાર ન ઇસમ પવન કરનસિંગ શંકરલાલ પુરબીયા ઉવ.૨૭ રહે. માલાખેડી પોસ્ટ અમલાર ટીકરીયા થાના તલેન તા. પચોર જી. રાજગઢ બ્યાવરા મધ્યપ્રદેશ હાલ રહે. ઓરકેન સીરામીક લખધીરપુર રોડ મોરબીવાળો બેટરીઓ નંગ-૦૪ કી.રૂ. ૬,૦૦૦/- નો મુદામાલ મળી આવતા ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે BNSS કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી પકડાયેલ ઇસમની BNSS કલમ- ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર