મોરબીના મકનસર અને રફાળેશ્વર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના મકનસર અને રફાળેશ્વર ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ જયંતીભાઈ નિમાવત (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-સીબી-૧૭૬૦ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજી ફરીયાદ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા જગદીશભાઇ નટવરલાલ જાની (ઉ.વ.૪૪)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્રો. મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ઈપી -૨૭૮૧ જેની કિંમત રૂ. ૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.