મોરબી જીલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ તથા ઇદ એ મિલાદ નિમિત્તે આયોજકો સાથે મિટીંગ યોજી
મોરબી: મોરબીના જિલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં ગણેશજીની સ્થાપના કરેલ તે પંડાળોના આયોજકો તથા લઘુમતી સમાજના આગેવાનો સાથે શાંતી સમિતિની મીટીંગો યોજવામાં આવી હતી.
હાલ ચાલી રહેલ ગણેશ ઉત્સવ તથા ઇદ- એ – મિલાદ તહેવાર અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં ગણેશજીની સ્થાપના કરેલ તે પંડાળોના આયોજકો તથા લઘુમતી સમાજના આગેવાનો સાથે શાંતી સમિતિની મીટીંગો કરવામાં આવેલ, તેમજ તેઓને ખોટી અફવાઓમાં ન આવી સુલેહ-શાંતિ જાળવવા જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ તથા મોરબી જીલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ તેમજ એરીયા ડોમીનેશન કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુલેહ-શાંતિ જળવાય રહે તે માટે જરૂરી તકેદારી રાખી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે તેમજ લગત પોલીસ સ્ટેશન હમાંથી સર્વેલન્સ તથા એલ.આઇ.બી. ઇન્ચાર્જ દ્રારા પ્રવૃતિ વોચ જારી છે. તેમજ સીસીટીવી કેમેરા તથા સોશ્યલ મિડીયા વોચ માટે અલગ-અલગ ટીમો કાર્યરત હોવાનું જણાવાયું હતું.