Sunday, September 22, 2024

મોરબીમાં ખોટા ગુનાની કબુલાત માટે થર્ડ ડીગ્રી ઉપયોગ કરનાર તત્કાલીન પી આઈને કોર્ટે ફટકારી એક વર્ષ કેદની સજા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેરમાં ખોટા ગુન્હાની કબુલાત કરવા ગેરકાયદેસર માર મારી થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરનાર મોરબીના તત્કાલીન પીઆઇ અને નિવૃત ડી.વાય.એસ.પી એમ.એફ.જાદવને મોરબી કોર્ટ દ્વારા એક વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. મોરબીમાં આ પ્રથમ ઘટના બની હોવાથી પોલીસ સામે સજાના હુકમથી પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામેલ છે.

મોરબી શહેરમાં વર્ષ ૨૦૦૪ માં મોરબી સીટી પોલીસ ઈન્સપેકટર તરીકે એમ.એફ.જાદવ ફરજ બજાવતા હતા. તે અરસામાં પી.આઈ. એમ.એફ. જાદવ તથા અન્ય સામે નામદાર મોરબી ચીફ. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ખોટા ગુનાની કબુલાત કરવા તથા ગેર કાયદેસર માર મારી થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી ગુનો કર્યાની ફરીયાદ નામદાર કોર્ટમાં જજ સમક્ષ દાખલ કરવામાં આવેલ. મોરબીના નામદાર જજે કેસમાં પોલીસ સામેની ફરીયાદ નામદાર કોર્ટમાં રજીસ્ટ્રર કરવાનો હુકમ જાહેર કરી, આ કેસમાં પી.આઈ.જાદવ તથા અન્ય પોલીસ કર્મચારીઓને સમંન્સ ઈસ્યુ કરી નામદાર એડી.ચીફ. મેજીસ્ટ્રેટ જજ મોરબીની અદાલતમાં હાજર થવાનો હુકમ જાહેર કરવામાં આવેલ.

આ કેસ મોરબીની અદાલતમાં મોરબીની ચકચારી ઘટનાનો કેસ પુરાવાના સ્ટેજે નજરે જોનાર સાક્ષીઓ તથા ફરીયાદીની જુબાની તથા પોલીસે માર માર્યા અંગેના મેડીકલ એવીડન્સ તથા કાયદા પરત્વેની દલીલો તથા પોલીસ તરફથી નામદાર કોર્ટમાં રજુ થયેલ દલીલોના અંતે મોરબીના નામદાર ચીફ. જયુડી. મેજી. ડી.એ.રાવલે તા.૧૦/૦૯/૨૦૨૪ ના રોજ પી.આઈ.જાદવ સામે ફરીયાદીને માર મારવા સબબનો કેસ નિઃશંક પણે નામદાર અદાલતમાં ફરીયાદી બી.એચ. નંદાસણા (ટીનાભાઈ)-એડવોકેટ, સાબીત કરી શકેલ હોય, નામદાર જજે આ કેસમાં આરોપી પી.આઈ. જાદવને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૨૩ મુજબના ગુનામાં ૧-વર્ષની સાદી કેદની સજા અને રૂા. ૧,૦૦૦/- દંડ અને જો દંડ ભરવામાં કસુર કરે તો વધુ ૭-દિવસની સાદી કેદની સજા તથા કલમ-૩૪૧ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં ૧-માસની સાદી કેદની સજા અને રૂા. ૫૦૦/- દંડ અને જો દંડ ન ભરે તો ૨-દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ જાહેર કરેલ.

બનાવ સમયે જાદવ મોરબીમાં પી.આઈ. તરીકે નોકરી કરતા હતા, બાદ તેવો ડી.વાય.એસ.પી. તરીકે નિવૃત થયેલ હતા. મોરબી જીલ્લામાં આજદીન સુધી પોલીસને સજા કરવામાં આવેલ હોય તેવી પ્રથમ ઘટના બનેલ હોવાથી પોલીસ સામે સજાના હુકમથી પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામેલ છે. આ ઘટના મોરબીમાં તથા અન્યત્ર ટોક ઓફ ધ ટાઉન બહુ ચર્ચીત ઘટના તરીકે ચકચારી ઘટના રહેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર