Monday, December 23, 2024

મોરબી: વજેપરમા પાસ થયેલ આંગણવાડી તાત્કાલિક બનાવવા કલેક્ટરને રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી વજેપર શેરી નં -૨૩ મા પાસ થયેલ આંગણવાડીનુ તાત્કાલિક બનાવી તેનું ખાતમુહૂર્ત કલેકટરના હાથ કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકરોએ કલેકટરને લેખિત રજૂઆત કરી.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, સેતા ચિરાગ મનોજભાઇએ પાલીકા ચીફ ઓફિસર, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબીના વજેપર શેરી નં -૨૩ મા આંગણવાડી પાસ થયેલ છે તેમ છતા બનાવવામાં આવતી નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં પાલીકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ અહિયા ગંદકીના કારણે કોલેરા, તથા અન્ય ચેપી રોગ થાય છે તેમજ ગર્ભવતી મહિલાઓને આવવા જવામાં તકલીફ પડી રહી છે જેથી અહિ નજીક આંગણવાડી હોય તો મહિલાઓ પરેશાન થાય નહી. અને અહિંની જગ્યા પર વૃક્ષો વાવીને બગીચો કરવામાં આવે અને નવી આંગણવાડી બનાવી કલેકટર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી લતાવાસીઓની માંગ છે.

તેમજ આ વજેપર શેરી નાં.-૨૩ માં આવેલ સાર્વજનીક પ્લોટમાં રામસીંગ સરદારજી નામના શખ્સે જે ભુંડ પકડવાનો ધંધો કરે છે તેઓએ આ સાર્વજનીક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી વંડો કરી વાડો બનાવેલ છે અને તેમાં ભુંડને પુરે છે. જેનાથી આ વિસ્તારમાં અસહ્ય ગંદકી ફેલાય છે અને આ પ્લોટની બાજુમાં જ આંગણવાડી કેન્દ્ર આવેલ છે જે આ ગંદકીના લીધે બાળકો અવાર-નવાર બીમાર પડે છે તેના લીધે બંધ કરવાની કે અન્ય જગ્યાએ આંગણવાડી લઇ જવાની ફરજ પડેલ છે.

જેથી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી આ વિસ્તારમા સાર્વજનીક પ્લોટમાં થયેલ ગેરકાયદેસર રીતનું દબાણ દુર કરવા તેમજ પકડેલ ભુંડને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા અને ગંદકી દુર કરવા વજેપર શેરી નં -૨૩ ના લતાવાસીઓએ માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર