મોરબીના ધરમપુર ગામેથી ઈંગ્લીશ દારૂની 130 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં નર્સરી પાછળ બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂની -૧૩૦ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના ધરમપુર ગામની સીમમાં નર્સરી પાછળ બાવળની કાંટમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૩૦ કિં રૂ. ૪૮,૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી વિજયભાઈ ગોરધનભાઈ દેગામા (ઉ.વ.૩૨) રહે. શ્રીહરી સોસાયટી ટીંબડી તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.