ટંકારાના લજાઈ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભિમનાથ મંદિર પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી સરદાર સોસાયટી છાત્રાલય રોડ ચાણક્ય એપાર્ટમેન્ટમાં બ્લોક નં -૪૦૧ માં રહેતા જગદીશભાઇ રણછોડભાઈ આદ્રોજા (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદના હવાલાવાળુ હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-બીએલ-૪૨૧૬ જેની કિંમત રૂ.૯૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ.કલમ- ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.